અને હાલ યોજાયેલી ઑલિમ્પિક્સ 2016,રિયો :
હાલ,હજુય તો મહિનો પણ નથી થયો. હજુય સોશિયલ મીડિયા પર રોજ ફોટો કે મેસેજ ફરતાં જોવા મળે જ છે. પણ આ વખતે તો બુદ્ધિજીવી પત્રકાર શોભામાસીનું સુરસુરિયું થઇ ગયું. મેદાનમાં ઉતર્યા પહેલાં આપણા ખેલાડીઓની ટિપ્પણી કરતી ટ્વિટ કરેલી. પણ આપણા દેશનો યુવાવર્ગ તો તેમને જ ઊંધો વળગ્યો. પછી તો જે શોભામાસીની ખેંચતાણ શરૂ થઇ ગઈ ટ્વિટર પર.
ભારતે આ વખતે અત્યાર સુધીમાં મોકલ્યાં હતાં તેનાં કરતા વધુ, કુલ 117 ખેલાડીઓ મોકલ્યાં. મેં પહેલાં પણ કીધું અને અત્યારે પણ કહું કે “ભારત દેશનાં લોકો કદાચ, દીકરીનું મહત્વ આ ઑલોમ્પિકમાંથી સમજ્યા,તેટલું ઇતિહાસનાં એક પણ પાનાં પરથી નહીં સમજ્યા હોય.” ભારતને આ ઑલિમ્પિક્સમાં સાક્ષી મલિક અને પુસરલા સિંધુએ દેશને બ્રોન્ઝ અને સિલ્વર મેડલ અપાવી દેશની લાજ તો રાખી, અને શોભામાસી જેવા બુદ્ધિજીવીઓને પણ જવાબ મળ્યો. દેશની દીકરીઓએ રક્ષાબંધનની ગિફ્ટ દેશને આપી.
દીપા કરમાકર જિમ્નાસ્ટિકમાં 4માં ક્રમે રહ્યાં. શૂટિંગમાં અભિનવ બિન્દ્રા 4માં ક્રમે અને જીતુ રાય 8માં ક્રમે રહ્યાં. દત્તુ ભોકાનલ રોવિંગમાં ફાઇનલમાં 13માં ક્રમે રહ્યાં. શૂટિંગમાં મહિલા ટિમ (દીપિકા કુમારી, બોમ્બાયલા દેવી અને લક્ષ્મીરાની માઝી) ક્વાર્ટરફાઇનલ સુધી રમી. પુરુષોની મેરેથોનમાં થોનાકલ ગોપી, ખેતા રામ અને નિતેન્દ્ર રાવત અનુક્રમે 25,26 અને 84માં ક્રમે રહ્યાં. 20કિ.મિ વૉકમાં મનીષ સિંઘ 13માં ક્રમે રહ્યાં, 50કિ.મિ માં સંદીપ કુમાર 35માં ક્રમે રહ્યાં. મહિલાઓમાં લલિતા બાબર,સ્ટિપલચેઝ ફાઇનલમાં 10માં ક્રમે રહ્યાં. મેરેથોન ઓ.પી જૈશા અને કવિતા રાવત અનુક્રમે 89 અને 120માં ક્રમે રહ્યાં. ખુશબીર કૌર 20કિ.મિ વૉકમાં 54માં ક્રમે રહ્યાં. બેડમિન્ટનમાં પુરુષોમાં શ્રીકાંત ક્વાર્ટરફાઇનલ સુધી રમ્યાં. સાનિયા નહેવાલ ગ્રુપ સ્ટેજની મેચમાં જ પરાસ્ત થયા. બોક્સિંગમાં વિકાસ યાદવ ક્વાર્ટરફાઇનલ સુધી રમ્યા. હોકીની ટિમ ક્વાર્ટરફાઇનલમાં બેલ્જીયમની ટિમ સામે 3-1થી હારી. ટેનિસમાં મિક્ષ ડબલ્સમાં સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડી ફાઇનલમાં 4માં ક્રમે રહી. વેઇટલિફ્ટિંગમાં સતીષ શિવાલિંગમ 11માં ક્રમે રહ્યાં.
મેં,અને મોટા ભાગનાં તમે લોકોએ પણ આ વખતે પી.વી. સિંધુની ફાઇનલ મેચ તો જોઈજ હશે, અને અંતે જયારે ત્રિરંગો ઊંચો થયો ત્યારે કેટલો ગર્વ થયો હતો ? સાક્ષી મલિકે જયારે બ્રોન્ઝ મેડલ અપાવ્યો ત્યારે દેશ નિંદ્રામાં હતો.
ભારતમાં આવી મોટી સ્પર્ધાઓ પર ઓછું ધ્યાન અપાતું લાગે છે. કેમ કે, મેરેથોનમાં 89માં ક્રમે રહેલા ઓ.પી.જૈશાનાં કહેવા પ્રમાણે ત્યાં દરેક દેશ તેમનાં મેરેથોનના ખેલાડીઓ માટે 2-2 કિ.મિએ સ્ટોલ બનાવેલા હતાં. જયારે આપણા દેશના આ ખેલાડીઓ માટે અમુક અમુક અંતરે સ્ટોલ તો હતાં પણ તેમાં બેસનાર કોઈ નહોતું. જૈશાનાં કહેવા પ્રમાણે તેઓ 42 કિ.મિ પછી ટ્રેક પર જ બેભાન થઇ ગયાં હતાં.
Good work buddy….
Keep it ip…
Aaabhaar bhaai
અદભુત…☺